ઓક્ટોબર 16, 2026 10:30 એ એમ (AM)

printer

નવલી નવરાત્રીના છઠ્ઠા નોરતે આજે મા કાત્યાનીની આરાધના

આજે શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. આજે મા કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે. રાજ્યભરમાં શારદીય નવરાત્રિની ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે.

ત્યારે ગઈકાલે પાંચમા નોરતાની રાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નિકોલ અને વસ્ત્રાલમાં ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. નિકોલના ખોડલધામ ગરબા મહોત્સવ અને વસ્ત્રાલના કેસરિયા તાલ ગરબા મહોત્સવમાં શ્રી પટેલે માતાજીની માંડવીના દર્શન કર્યા તથા ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

નવરાત્રી પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચોટીલા ખાતે મા ચામુંડાના દર્શન કરી ધ્વજારોહણ કર્યું.