ઓક્ટોબર 15, 2026 3:10 પી એમ(PM)

printer

નવરાત્રિ મહાપર્વના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાનાં પાંચમા સ્વરૂપ માઁ સ્કંદમાતાની પૂજા-અર્ચના…

નવરાત્રિ મહાપર્વના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાનાં પાંચમા સ્વરૂપ માઁ સ્કંદમાતાની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, માઁ સ્કંદમાતાની આરાધના કરવાથી ભક્તોને સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ, ભગવાન શિવજી અને માતા પાર્વતીનાં પુત્ર કાર્તિકેયને સ્કંદ નામથી ઓળખવામાં આવે છે. તેમને દેવતાઓને સેનાપતિ માનવામાં આવે છે. ધાર્મિક કથાઓ મુજબ, તારકાસુરના અત્યાચારોથી મુક્તિ અપાવવા ભગવાન સ્કંદે તેની સાથે યુદ્ધ કર્યું હતું. ભગવાન સ્કંદનાં માતા હોવાના કારણે દેવી પાર્વતીના આ સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ માતૃત્વની શક્તિ અને ધર્મની રક્ષા માટે સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.