ઓક્ટોબર 15, 2026 3:13 પી એમ(PM)

printer

રાજ્યભરમાં નવલા નોરતાની ભવ્ય ઉજવણી

રાજ્યભરમાં નવલા નોરતાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગઈકાલે ગાંધીનગરમાં એક સામાજિક સંસ્થા ખાતે યોજાયેલા કેસરિયા ગરબાના આંગણે ઉપસ્થિત રહ્યા. દરમિયાન ચોથા નોરતે વિદેશ મંત્રાલયની ભારતીય ટેક્નિકલ અને આર્થિક સહયોગ – ITEC યોજના અંતર્ગત રાજ્યના પ્રવાસે આવેલા ઘાના, નાઇજિરિયા, મોરોક્કો, નેપાળ સહિત 19 દેશના પોલીસ વિભાગના અધિકારીઓ કેસરિયા ગરબાના મહેમાન બન્યા હતા. વિદેશી મહેમાનોએ ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.

તો, બોટાદ જિલ્લામાં અખંડ દીવાની જ્યોત સાથે પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જીવંત છે. લીમડા ચોક વિસ્તારના પ્રાચીન ખોડિયાર માતાજીના મંદિરમાં આજે પણ ગરબા ગાવાની વર્ષો જૂની પરંપરા અકબંધ રહી છે.

ડાંગના વઘઈ, આહવા, સુબીર તાલુકાના ગામો સહિત ગિરિમથક સાપુતારામાં પણ ખૈલેયાઓ મન મૂકીને ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. ડાંગી સંસ્કૃતિ અને તેના કળા વારસાને જીવંત રાખવા નવરાત્રી મહોત્સવ દરમ્યાન અનેક ગામડાઓમાં ઢોલનગારા અને પાવરીના તાલે ગરબા રમવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.