આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ ઉજવાયો. સરકારી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે શ્રી પાનશેરીયાએ કહ્યું, એનિમિયા-મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં એક કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓનું વિતરણ કરાશે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના દિવસે ગુજરાતમાં ૧ કરોડ ૮૪ લાખ ૧૯ વર્ષથી નીચેના દીકરા-દીકરીઓને આ કૃમિનાશક દવા આપવામાં આવશે, કુપોષણ અને પેટના ઘણા રોગો આનાથી અટકાવી શકાય. તેમણે શાળાના બાળકો સાથે સંવાદ સાધી તેમને દૈનિક જીવનમાં સારી ટેવ કેળવવા, સ્વચ્છતા જાળવવા અને માતા-પિતા પ્રત્યે આદરભાવ રાખવા પ્રેરણા આપી.
Site Admin | ઓગસ્ટ 11, 2026 11:35 એ એમ (AM)
એનિમિયા-મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં એક કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓના વિતરણનું આયોજન