રાજ્યમાં મેઘરાજાએ સત્તાવાર વિદાય લેતા મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પોરબંદર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં નોંધાયું છે. જ્યારે કંડલા વિમાનમથક, અમરેલી, વેરાવળ, જુનાગઢના કેશોદ, અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠાના ડીસામાં 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું.
બીજી તરફ અત્યાર સુધી રાજ્યમાં મોસમનો સરેરાશ 89.19 ટકા વરસાદ નોંધાયો. સૌથી વધુ 114.23 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયાના અહેવાલ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં પણ 99.73 ટકા જળસંગ્રહ થઈ ગયો છે.