રાજ્યમાંથી મેઘરાજાએ વિદાય લેતા ફરી એક વાર ગરમીમાં વધારો થયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન સરેરાશ 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. જોકે, આગામી બે દિવસ રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠાના ડીસા, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં 37 તથા ભાવનગર, દીવ, સુરત અને ગાંધીનગરમાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું.