ઓગસ્ટ 10, 2026 10:08 એ એમ (AM)

printer

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 81 ટકા જેટલો જળસંગ્રહ – 39 ડેમ હાઇએલર્ટ પર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લગભગ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 70 ટકા જટેલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 97 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં 29 ટકા વરસ્યો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 81 ટકા કરતાં વધુ અને અન્ય 206 જળાશયોમાં 64 ટકા જેટલો પાણીનો સંચય થયેલો છે, જ્યારે છલકાઇ જવાને કારણે 39 ડેમ હાઇએલર્ટ પર મુકાયા છે.