ઓગસ્ટ 5, 2026 2:35 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી.

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે 12 વાગ્યા સુધી 47 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો. અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 97 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો 29 ટકા જેચલો વરસાદ કચ્છમાં થયાના અહેવાલ છે. તો હાલ રાજ્યના 34 ડેમને હાઇ અલર્ટ પર મૂકવામાં આવ્યા છે. દરમિયાન મછીમારો માટે કોઈ ચેતવણી અપાઈ નથી.

ડાંગમાં વરસાદે વિરામ લેતા સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું જ્યારે અનેક સ્થળોએ ઝીરો વિઝિબિલિટી – કશું જ દેખાઈ ન શકાય તેવી સ્થિતિ થતાં વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી.

દક્ષિણ ગુજરાતી જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ રહેતા બંધમાં સતત પાણીની આવક થઈ રહી છે. બંધમાં હાલ નક્કી કરેલી મહત્તમ સલામત સપાટી 335 ફૂટ સુધી પહોંચતા તેમાંથી 52 હજાર 93 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.