સપ્ટેમ્બર 26, 2026 6:59 પી એમ(PM)

printer

રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો

રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી લઈને આજના દિવસ સુધી રાજ્યમાં કુલ 637 મિલિમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે 701 મિલિમીટર વરસાદ થવો જોઈતો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય કરતાં 22 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જોકે આગામી સાત દિવસ રાજ્યમાં હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.