ઓક્ટોબર 12, 2026 9:07 એ એમ (AM)

printer

રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપવા સરકારે 268 તાલુકાઓનું સુધારેલું વર્ગીકરણ જાહેર કર્યું

રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે 268 તાલુકાઓનું સુધારેલું નવું વર્ગીકરણ જાહેર કર્યું છે. ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ આ વર્ગીકરણમાં રાજ્યના કુલ 268 તાલુકાઓમાંથી 130 તાલુકાઓને કેટેગરી-A અને 138 તાલુકાઓને કેટેગરી-Bમાં સમાવાયા છે. આ વર્ગીકરણ રાજ્યના 34 જિલ્લાઓને આવરી લે છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ વર્ગીકરણમાં રાજ્યમાં નવા તાલુકાઓની રચના અને નવી ઔદ્યોગિક નીતિને ધ્યાનમાં લેવામાં આવી છે. આ વર્ગીકરણથી વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોત્સાહન માટેનું માળખું વધુ સ્પષ્ટ બનશે. નવા વર્ગીકરણથી નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા, હાલના એકમોનું વિસ્તરણ કરવા માટે ઉદ્યોગસાહસિકોને પોતાના પ્રોજેક્ટના સ્થળ પ્રમાણે લાગુ પડતી કેટેગરી અને પ્રોત્સાહન યોજનાઓની જોગવાઈઓ સમજવામાં સરળતા રહેશે.