ઓક્ટોબર 30, 2026 8:57 એ એમ (AM)

printer

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગરહવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચમાં આજે સામાન્ય વરસાદ થઈ શકે છે.

જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન આગામી ત્રણ દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ શક્યતા છે.