સપ્ટેમ્બર 18, 2026 7:15 પી એમ(PM)

printer

રાજ્યના 224 તાલુકામાં આજે મેઘમહેર- આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દાહોદ અને છોટા ઉદેપુરમાં અતિભારે  વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને નર્મદામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. 

રાજ્યમાં 224 તાલુકામાં આજે મેઘમહેર થઈ છે જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદમાં પણ આજે પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા. જ્યારે મહિસાગરના કડાણા અને ગાંધીનગરમાં માણસામાં બે ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અત્યાર સુધી પડેલા ભારે વરસાદને પગલે રાજ્યના 43 જળાશય હાઇએલર્ટ પર છે.