સપ્ટેમ્બર 12, 2026 7:25 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 15 તારીખ સુધી વરસાદની આગાહી – દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ અલર્ટ.

રાજ્યમાં આગામી 15 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ એટલે કે, લાલ રંગની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે 14 તારીખે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરહવેલીમાં ઑરેન્જ અલર્ટ એટલે કે, નારંગી રંગની ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.