ઓગસ્ટ 18, 2026 9:48 એ એમ (AM)

printer

રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટીના જોબકાર્ડ દ્વારા કામગીરીની વહેંચણી કરાઇ

ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી-કમ-મંત્રીની કામગીરી તથા જવાબદારીઓ વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ચાર્ટમાં ગ્રામીણ સ્તરે નાના મોટા 90 થી 100 જેટલા કામો અને જો વિષય પ્રમાણે અલગ કરીએ તો કુલ 290 જેટલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે. જોબચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે કરવાની થતી તમામ કામગીરી કરવાની રહેશે તેમ રાજ્યના મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. જયારે મહેસૂલી તલાટીની કામગીરીમાં મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત તથા અશાંત ધારા અન્વયેની તમામ કામગીરી, કેન્દ્ર કે રાજ્ય સરકારની જમીન સંદર્ભે જમીનના રેકર્ડ અને સર્વેને લગતી કામગીરી તથા PM-સ્વામિત્વ યોજના સંબંધિત કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.