ઓગસ્ટ 21, 2026 9:07 એ એમ (AM)

printer

નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા ખાદ્યપદાર્થ વેચતા એકમો સામે ઝીરો ટોલરન્સની સરકારની નીતિ

લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સરકારે ઝિરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જે અંતર્ગત રાજ્યમાં ફૂડ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ અભિયાન અંતર્ગત અનેક જિલ્લાઓમાં હોટલ-રેસ્ટોરન્ટના રસોડા, તેની સ્વચ્છતા, FSSAI લાયસન્સ અને ફૂડ સેફ્ટીના નિયમોની ચકાસણી ચાલી રહી છે. ‘પૂજા માટેનું ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે ફરાળી લોટ હોય એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું બીજી વાતું પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે કે પૂજા માટેનું ઘી આ ઘી નથી તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ કારણ કે આવા લોકોને પ્રોત્સાહન ના મળે છે ડુપ્લીકેટ ઘી બનાવવાનું તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે.
અમરેલી શહેરમાં ફૂડ વિભાગ દ્વારા આકસ્મિક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિસ્તારમાં ફરાસણ, ફાસ્ટ ફૂડ સહિત કુલ 23 ફૂડ બિઝનેસના તપાસ દરમિયાન આશરે 10.5 કિલોગ્રામ ફરસાણ અને બ્રેડ પેકેટ સહિત કુલ બે હજાર 690ની કિંમતનો અખાદ્ય ફૂડનો સ્થળ પર જ નાશ કરાયો હતો. જ્યારે કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 18 હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન તપાસ દરમિયાન 30 કિલો ફેટ સ્પ્રેડનો, આઠ કિલો વાસી પનીર અને 40 કિલો સિન્થેટિક ફૂડ કલરવાળી વાસી ગ્રેવી, 500 ગ્રામ કૃત્રિમ કલર સહિત અનેક ખાણીપીણીની વસ્તુનો નિકાલ કરાયો હતો.