ઓક્ટોબર 6, 2026 3:35 પી એમ(PM)

printer

રાજ્યમાં વધુ પાંચ ઉડાન તાલીમ સંસ્થાઓ – FTO ટૂંક સમયમાં કાર્યરત્ કરાશે

રાજ્યમાં વધુ પાંચ ઉડાન તાલીમ સંસ્થાઓ – FTO ટૂંક સમયમાં કાર્યરત્ કરાશે. ગુજરાતને ભારતના સૌથી મોટા રાજ્યસ્તરના પાયલોટ તાલીમ ઇકોસિસ્ટમ પૈકીનું એકમ બનાવવા આ સંસ્થાઓ બનાવાશે.

મહેસાણા, ભાવનગર અને અમરેલીમાં હાલ કાર્યરત્ આવી પાંચ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજાર 200થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ. હાલમાં આ સંસ્થાઓ દ્વારા 200થી વધુ ભાવિ પાયલોટને તાલીમ અપાઈ રહી છે. જ્યારે ત્રણ હજારથી વધુ વાણિજ્યિક પાયલોટ પરવાના- CPL ધારક તૈયાર કરાયા છે.

નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજરાત રાજ્ય ઉડ્ડયન માળખાકીય સુવિધા કંપની – ગુજસેલના માધ્યમથી ગુજરાતે પોતાની મજબૂત ઉડ્ડયન માળખાકીય સુવિધા તૈયાર કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.