ઓગસ્ટ 11, 2026 11:27 એ એમ (AM)

printer

15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’ નો પ્રારંભ

ભારત સરકારના ‘એગ્રીસ્ટેક’ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ-2026 સીઝન માટે 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’નો પ્રારંભ થશે. 18 હજાર 197 ગામોમાં આવેલા ખેતીલાયક વિસ્તારના આશરે 95 લાખથી વધુ પ્લોટને આ સર્વેમાં આવરી લેવાશે. જેમાં સત્તાવાર સર્વેયરો દ્વારા દરેક ખેતર/સર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરાશે. ‘ફાર્મર રજિસ્ટ્રી’માં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં ‘ડિજિટલ ક્રોપ સર્વે’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે.