ઓગસ્ટ 20, 2026 7:08 પી એમ(PM)

printer

અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરાઇ

અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવી. આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ વિગતો રજૂ કરવામાં આવી. શ્રી પાનશેરીયાએ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 187 રેસ્ટોરેન્ટ્સ પર કરવામાં આવેલી આકસ્મિક તપાસની વિગતો મેળવી હતી.

આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમોનો ભંગ કરનાર બે રેસ્ટોરન્ટ્સ, રાજકોટ જિલ્લામાં એક અને નડિયાદમાં ૩ રેસ્ટો્રેન્ટ એમ કુલ ૬ રેસ્ટો રેન્ટકને સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય 40 રેસ્ટોરન્ટ્સને ક્ષતિઓ સુધારા નોટિસ અપાઈ છે અને ચાર રેસ્ટોરન્ટ્સના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.