નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે GST કાઉન્સિલની 57મી બેઠક યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ વિવાદોના ઝડપી નિકાલ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ની પ્રક્રિયા સુધારવા માટેના મહત્વના નીતિગત સુધારાઓ પર ચર્ચા કરવામાં આવશે.
GST સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે સરકાર આ બેઠકમાં ‘પાંચ મુદ્દાની યોજના‘ રજૂ કરશે. આ સુધારાઓનો મુખ્ય હેતુ જીએસટી સિસ્ટમમાં આવતી વહીવટી અડચણોને ઓટોમેટિક પદ્ધતિથી દૂર કરવાનો અને ખાસ કરીને નાના વેપારીઓ પરથી ટેક્સ ફાઇલિંગનો બોજ ઘટાડવાનો છે.
આ પાંચ મુદ્દામાં પ્રક્રિયા સુધારા, માળખાકીય સુધારા, જીવનનિર્વાહ અને વ્યવસાય કરવાની સરળતા, સેવાઓની નિકાસ અને ઈ-કોમર્સને આવરી લેવામાં આવ્યા છે.