ઓક્ટોબર 3, 2026 3:42 પી એમ(PM)

printer

રાજ્યભરના 56 એસ. ટી. બસમથકમાં ટૉયલેટ બ્લૉક અપગ્રેડેશન માટે વિશેષ ઝૂંબેશ હાથ ધરાઈ

રાજ્યભરના 56 એસ. ટી. બસમથકમાં ટૉયલેટ બ્લૉક અપગ્રેડેશન માટે વિશેષ ઝૂંબેશ હાથ ધરાઈ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શરૂ કરાયેલી ઝૂંબેશ અંતર્ગત આગામી આઠથી 12 મહિનામાં બસમથકના શૌચાલયનું સમારકામ કરાશે.

માળખાકીય સુવિધા કે સ્વચ્છતાને લગતી ફરિયાદ માટે તમામ બસમથક પર ક્યૂઆર કૉડ આધારિત “મુસાફર સેવાસેતુ” ઍપ્લિકેશન પણ કાર્યરત્ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, મુસાફરોને ઉત્તમ સુવિધા આપવી એ જ અમારી પ્રાથમિકતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.