ઓક્ટોબર 8, 2026 9:27 એ એમ (AM)

printer

હવે ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાઓની માર્કશીટ ‘ડીજીલોકર’ પ્લેટફોર્મ પર મળશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે ‘PARAKH CELL’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ  ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષાઓની માર્કશીટ ‘ડીજીલોકર‘ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાની ડિજિટલ સેવાનો આરંભ થયો હતો. આ નવીન સુવિધાથી વિદ્યાર્થીઓ માટે માર્કશીટ ડાઉનલોડ કરવી તથા તેની ચકાસણી – વેરિફિકેશન કરાવવાની કામગીરી અત્યંત સરળ અને ઝડપી બનશે.