ઓગસ્ટ 1, 2026 12:31 પી એમ(PM)

printer

GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ

રાજ્યમાં આજે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ – GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSC દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું કે, ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખી આજે પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી નવ ઑગસ્ટે યોજાશે. આ સાથે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા મોકૂફ રખાઇ છે.