નવેમ્બર 14, 2026 5:32 પી એમ(PM)

printer

સરકારે આ મહિનાના બીજા પખવાડિયા માટે સ્થાનિક બજારમાં ખાંડના વેચાણ માટે 13 લાખ મેટ્રિક ટનનો ક્વોટા નક્કી કર્યો

સરકારે આ મહિનાના બીજા પખવાડિયા માટે સ્થાનિક બજારમાં ખાંડના વેચાણ માટે 13 લાખ મેટ્રિક ટનનો ક્વોટા નક્કી કર્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, ખાંડ મિલોને નિયત ક્વોટા ઉપરાંત, 30 નવેમ્બર સુધી ઉત્પાદિત ખાંડ વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા નવેમ્બરમાં શેરડીનું પિલાણ શરૂ કરનારી અથવા ઓક્ટોબરમાં કામગીરી શરૂ કરી ચૂકેલી મિલોને ઉપલબ્ધ રહેશે.

વિભાગે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં પિલાણ શરૂ કરનારી મિલોને નવેમ્બરમાં ઉત્પાદિત ખાંડ વેચવાની મંજૂરી આપવામાં આવી છે.    

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.