નવેમ્બર 12, 2026 2:03 પી એમ(PM)

printer

સરકારે વિઝા વ્યવસ્થાને તર્કસંગત બનાવવા મુખ્ય વિઝા શ્રેણીઓની સંખ્યા 13થી ઘટાડીને 9 અને પેટા શ્રેણીઓની સંખ્યા 49 થી ઘટાડીને 23 કરી

સરકારે વિઝા વ્યવસ્થાને તર્કસંગત બનાવવા મુખ્ય વિઝા શ્રેણીઓની સંખ્યા 13  થી ઘટાડીને 9  અને પેટા શ્રેણીઓની સંખ્યા 49  થી ઘટાડીને 23 કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય વિદેશી પ્રવાસીઓ, આરોગ્ય સેવાઓ માટે ભારત આવતા દર્દીઓ  અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવાનો  છે. ગયા વર્ષે જ ઓક્ટોબરમાં મુખ્ય વિઝા શ્રેણીઓ 22  થી ઘટાડીને 13  અને પેટા શ્રેણીઓ 63  થી ઘટાડીને 49  કરવામાં આવી હતી.

મંત્રાલયે જણાવ્યું કે વિઝાની તમામ 23  શ્રેણીઓ અને પેટા શ્રેણીઓ માટે જરૂરી જાણકારી અને કોલમ 65 થી 70 ટકા સુધી ઘટાડવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતીય વિઝા વ્યવસ્થામાં કરાયેલા ફેરફારોને અમલમાં મૂકવા IT સિસ્ટમ્સને અધ્યતન કરવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં નવી વ્યવસ્થા મુજબ વિઝા અપાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.