GCERT દ્વારા રાજ્યમાં ધોરણ ૩ થી 8 માટે પ્રથમ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.. આ કાર્યક્રમ મુજબ પ્રથમ ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન યોજાશે..પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે..રાજ્યભરમાં એકરૂપતા રહે તે માટે સમાન સમયપત્રક મુજબ કસોટી યોજાશે. ત્રિમાસિક કસોટી 40 ગુણની અને સત્રાંત કસોટી ધોરણ મુજબ 40 તથા 80 ગુણની રહેશે.સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ અમલમાં આવશે..કસોટી આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
Site Admin | ઓગસ્ટ 8, 2026 11:28 એ એમ (AM)
ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા 17થી 25 ઓગષ્ટ દરમિયાન યોજાશે