ઓગસ્ટ 11, 2026 11:30 એ એમ (AM)

printer

રાજ્યભરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 88 ટકા કરતાં વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમોની સંયુક્ત પ્રવેશ પરીક્ષા (COMMEN ENTRANCE TEST —CET-2026) તારીખ 8 તથા 9 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યની સહભાગી યુનિવર્સિટીઓનાં પરીક્ષા કેન્દ્રો ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં MSC નર્સિંગ, પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગ, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી તથા એમ. ઓપ્ટોમેટ્રી — એમ ચાર અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમો માટે યોજાયેલી આ પરીક્ષા એક જ અરજી, એક જ પરીક્ષા અને ઉમેદવારની પોતાની પસંદગીનું એક જ કેન્દ્રના મૂળ આશય સાથે યોજાઇ હતી. આ પરીક્ષામાં કુલ ચાર હજાર 242 ઉમેદવારોની નોંધણી સામે, ત્રણ હજાર 767 ઉમેદવારોની પરીક્ષામાં ઉપસ્થિત રહેતાં હાજરીનું પ્રમાણ 88.8 ટકા રહ્યું હતું.