સપ્ટેમ્બર 16, 2026 7:19 પી એમ(PM)

printer

ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની સાત બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત – આગામી 11 ઑક્ટોબરે મતદાન

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક, દેવભૂમિદ્વારકા જિલ્લા પંચાયત, પડધરી, સતલાસણા અને હારિજ તાલુકા પંચાયતની એક-એક મળી પ્રસંગોપાત ખાલી પડેલી કુલ સાત બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીકૃષ્ણાએ કહ્યું, ગાંધીનગર મહાપાલિકાની 11 વૉર્ડની 44 બેઠક માટે 413 મતદાનમથક પર ચૂંટણી યોજાશે. આગામી 11 ઑક્ટોબરે આ તમામ બેઠક માટે મતદાન અને 13 ઑક્ટોબરે પરિણામ જાહેર કરાશે. ચૂંટણીની કામગીરીમાં બે હજારથી વધુ કર્મચારીઓ જોડાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.