ગાંધીનગરમાં મહાનગરપાલિકા સહિતની આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચૂક્યું છે…. સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ચૂક્યું છે.. ગાંધીનગર મનપાની ચૂંટણી સહિત થરા, ઓખા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ રહી છે..આ ઉપરાંત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ખાલી પડેલી કુલ 105 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ગાંધીનગર મનપાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 130 ઉમેદવારો પોતાનું રાજકીય ભાવિ અજમાવી રહ્યા છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. શહેરના કુલ 2,59,780 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
મતદાન માટે 730 બેલેટ યુનિટ અને 364 કન્ટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. 1,130 પોલીસ કર્મચારીઓ ની સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થઇ રહ્યું છે. આ મતદાનની સાથેસાથે
ખેરાલુ નગરપાલિકાની 1 બેઠક, છોટાઉદેપુર નગરપાલિકાની 1 બેઠક, બાયડ નગરપાલિકાની 1 બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 1 બેઠક, પડધરી તાલુકા પંચાયતની 1 બેઠક સહિતની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે.