ગાંધીનગરમાં માહિતી નિયામકની કચેરી ખાતે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા. સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત તમામ કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી સાથે નિભાવવાનો સંકલ્પ કર્યો. તેમણે સરકારી કામગીરીમાં ઈમાનદારી, નૈતિક મૂલ્યો અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવવા પ્રતિજ્ઞા લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચાર નાબૂદી અને પારદર્શક વહીવટ માટે જનજાગૃતિ લાવવાના હેતુસર સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત 31 ઑક્ટોબરથી સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી સાત નવેમ્બર સુધી સત્યનિષ્ઠાથી સમૃદ્ધિની વિષયવસ્તુ હેઠળ આ સપ્તાહ ઉજવાશે.