ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક ગલુદણ ગામમાં નકલી ઘી બનાવતી ત્રણ ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમ સાથે સંયુક્ત દરોડા પાડી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એસન્સ અને કલરનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ ત્રણ યુનિટ માંથી આશરે 9300 કિલો ઘીનો જથ્થો મળી આવ્યો હતો. જે લગભગ 48 લાખ રૂપિયાથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 8, 2026 11:21 એ એમ (AM)
દહેગામમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેકટરીઓ ઉપરના દરોડમાં નવ હજાર 300 ભેળસેળયુક્ત ધીનો જથ્થો જપ્ત