મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ સમયની જરૂરિયાત છે. ગાંધીનગરમાં કૃષિ વિભાગ દ્વારા યોજાયેલા આત્મા ફાર્મર્સ એવોર્ડ સન્માન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું, ગુજરાતમાં સૌથી વધુ અસરકારક રીતે પ્રાકૃતિક ખેતી માટે કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અન્ય ખેડૂતોને તેમના ખેતર અને ઉત્પાદન બતાવીને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો.
આ પ્રસંગે રાજ્યના 93 ખેડૂતોનું સન્માન કરાયું. તેમજ રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીના 100 જેટલા વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું. દરમિયાન ખેતી નિયામકની કચેરી અને સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર – ઇસરો વચ્ચે મહત્વના સમજૂતી કરાર – MoU કરાયા.
સાથે જ 14 નવનિયુક્ત મદદનીશ ખેતી નિયામકોને નિમણૂકપત્ર એનાયત કરાયા. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 34 સ્થળ પર જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમ પણ યોજાયો હતો.