ઓક્ટોબર 19, 2026 7:45 પી એમ(PM)

printer

106 યુવા કલાકારોને 2024 અને 2025 માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે સંગીત નાટક અકાદમીનો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર વર્ષ 2024 અને 2025 માટે દેશભરના 106 યુવા કલાકારોને પ્રદર્શન કલા ક્ષેત્રે અર્પણ કર્યો.

આજે નવી દિલ્હીમાં એવોર્ડ સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે ભારતનો આત્મા અને સાચી ઓળખ તેની સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસામાં રહેલી છે.