ઓક્ટોબર 25, 2026 2:13 પી એમ(PM)

printer

ફ્રાન્સમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો હિંસક બનતાં એક હજાર લોકોની ધરપકડ કરાઇ

ફ્રાન્સમાં, વધતી જતી મોંઘવારી અને સરકારી સેવાઓના અભાવ સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે, જેમાં લગભગ એક હજાર લોકોની ધરપકડ કરાઇ છે અને કેટલાક શહેરી વિસ્તારોમાં ટીયર ગેસ અને અથડામણો પણ થઈ છે. ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે ગઈકાલે એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરતાં ચેતવણી આપી હતી કે દેશભરમાં પોલીસ કામગીરી ચાલુ રહેતાં આ સંખ્યા વધી શકે છે.

પેરિસમાં અથડામણો ફાટી નીકળી હતી, પ્રદર્શનકારીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળા ફેંક્યા બાદ પોલીસે ટીયર ગેસ અને પાણીના તોપનો ઉપયોગ કર્યો હતો. બાદમાં અધિકારીઓએ કોર્સ ડી વિન્સેન્સમાં પ્રદર્શનને સમાપ્ત જાહેર કર્યું.

લિયોન, લીલી, માર્સેલી, મોન્ટપેલિયર, નેન્ટેસ અને ટુલૂઝમાં પણ હિંસાના અહેવાલો નોંધાયા હતા. શરૂઆતમાં શાળાની સ્થિતિ, શિક્ષકોની અછત અને શૈક્ષણિક અસમાનતા અંગે ચિંતાઓથી પ્રેરિત આ આંદોલન હવે વિસ્તર્યું છે જેમાં જીવનનિર્વાહના ખર્ચ અને સરકારી સેવાઓ અંગે વ્યાપક ફરિયાદોનો સમાવેશ થાય છે.