સૂર્યદેવની પૂજાનો ચાર દિવસનો ભવ્ય તહેવાર છઠ પૂજા આજે ઉષા અર્ઘ્ય સાથે સમાપ્ત થયો છે
ઉત્સવના અંતિમ દિવસે,આજે ભક્તો વહેલી સવારે ઘાટ અને જળાશયો પર ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા અને પૂજા કરવા માટે ભેગા થયા ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી, ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી 36 કલાકના ઉપવાસ છોડ્યા.
છઠ વ્રત, બાળકોના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે છઠી મૈયાના આશીર્વાદ મેળવવા રાખવામાં આવે છે.