નવેમ્બર 8, 2026 1:59 પી એમ(PM)

printer

ઇઝરાયલના ભૂતપૂર્વ લશ્કરી વડા અને યાશર પાર્ટીના નેતા ગાદી એઇઝનાકોટને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું

ઇઝરાયલના ભૂતપૂર્વ લશ્કરી વડા અને યાશર પાર્ટીના નેતા ગાદી એઇઝનાકોટને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે ગઈકાલે રાજકીય પક્ષો સાથે વાતચીત બાદ આ નિર્ણય લીધો. 120 સભ્યોની નેસેટમાં, 67 સાંસદોએ એઇઝનાકોટને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. વિદાય લેતા પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને ફક્ત 46 સાંસદોનું સમર્થન છે. સાત સાંસદોએ કોઈપણ ઉમેદવારને ટેકો ન આપવાનો નિર્ણય લીધો છે.

શ્રી ગાદી એઇઝનાકોટ પાસે બહુમતી સાબિત કરવા માટે 28 દિવસનો સમય હશે. જો તેઓ 28 દિવસમાં આ હાંસલ કરવામાં નિષ્ફળ જાય, તો તેમને વધારાના 14  દિવસનો સમય આપવામાં આવશે.

અગાઉ, શ્રી એઇઝનાકોટે નેતન્યાહૂની આગેવાની હેઠળની સરકારમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. તેઓ ગાઝા યુદ્ધમાં નેતન્યાહૂના સંચાલનની ટીકા કરતા રહ્યા છે.

દરમિયાન, નેતન્યાહૂએ હાર સ્વીકારી નથી અને હજુ પણ સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો એઇઝનાકોટ સરકાર બનાવવામાં નિષ્ફળ જાય, તો નેતન્યાહૂને ફરી એકવાર સરકાર બનાવવાની તક મળી શકે છે.