વિદેશથી MBBSનો અભ્યાસ કરીને આવેલા રાજ્યના ઈન્ટર્ન ડૉક્ટર્સને પણ પ્રતિમાસ 21 હજાર 840 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે.
આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, સરકારના આ નિર્ણયથી રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કૉલેજોમાં ઇન્ટર્નશીપ કરતા આશરે 350 જેટલા વિદ્યાર્થીને સીધો લાભ મળશે.
તેમણે કહ્યું, નવી દિલ્હીના રાષ્ટ્રીય તબીબી આયોગના નિયમો મુજબ, વિદેશથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને આવ્યા હોય તેવા દેશના દરેક તબીબી વિદ્યાર્થીએ ભારતમાં ફરજિયાત એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે.