FIH હોકી વિશ્વ કપમાં, ભારતીય મહિલા ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે આ મેચ જીતવી જ પડશે. પૂલ E મેચ રાત્રે10:30 વાગ્યે શરૂ થશે.
ભારતનું ક્વોલિફિકેશન ચીન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચના પરિણામ પર પણ નિર્ભર રહેશે.
જો ચીન જીતશે, તો ભારત ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને પણ બહાર થઈ જશે. નેધરલેન્ડ્સ છ પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.
ચીન પાસે બે પોઇન્ટ છે, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા પાસે એક-એક પોઇન્ટ છે.