ડેરી એનાલોગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી છે. 6થી 8 ઓગસ્ટ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમોએ રાજ્યભરમાં સઘન તપાસ હાથ ધરી હતી. રાજ્યભરમાં 1 હજાર 153 પેઢીઓની તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 79 નમૂના લેવાયા, જ્યારે 1 હજાર 518 કિલોગ્રામ જથ્થો નાશ કરાયો છે. નાશ કરાયેલા જથ્થાની કિંમત 5.83 લાખથી વધુ છે. રાજ્યભરમાં માત્ર 255 પેઢીઓની તપાસમાં 108.25 કિલોગ્રામ ડેરી એનાલોગનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 36.25 કિલો જથ્થો નાશ કરાયો છે. જ્યારે સુરત મનપા વિસ્તારમાં 30 કિલો, જામનગર જિલ્લામાં 15 કિલો અને જામનગર મનપા વિસ્તારમાં 12 કિલો જથ્થો નાશ કરાયો છે. નડિયાદમાં 12 અને આણંદમાં 3 કિલો જથ્થો નાશ કરાયો છે. અમદાવાદમાં કુલ 15 પેઢી અને નવસારીમાં 12 પેઢીઓની તપાસ કરાઇ છે. સમગ્ર કાર્યવાહી ડેરી એનાલોગ્સ પ્રોહિબિશન અંતર્ગત કરવામાં આવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2026 11:40 એ એમ (AM)
ડેરી એનાલોગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી – છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યની 1 હજાર 153 પેઢીઓની તપાસ કરવામાં આવી