ઓક્ટોબર 15, 2026 3:28 પી એમ(PM)

printer

ભારત-યુએઈ ભાગીદારી બદલાતા વૈશ્વિક વાતાવરણમાં પ્રતિભાવ આપનાર રાષ્ટ્ર તરીકે ઉત્તમ ઉદાહરણ: ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વના રાષ્ટ્રો તેમની ચોક્કસ પરિસ્થિતિઓ અનુસાર બદલાતી વૈશ્વિક વ્યવસ્થાનો પ્રતિભાવ આપીને  નવી ભાગીદારી અને નવા વિકલ્પો શોધી રહ્યા છે. તેમણે છેલ્લા દાયકાની ભારત-યુએઈ ભાગીદારીને બદલાતા વૈશ્વિક વાતાવરણમાં પ્રતિભાવ આપવાના બે રાષ્ટ્રોના ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંક્યું. ડૉ. જયશંકર રાયસીના મધ્ય પૂર્વ કાર્યક્રમની બીજી આવૃત્તિમાં ભાગ લેવા માટે યુએઈની સત્તાવાર મુલાકાતે છે.

અબુ ધાબીમાં રાયસીના મધ્ય પૂર્વ કાર્યક્રમમાં બોલતા, જયશંકર ‘ધ વર્લ્ડ અહેડ: પાવર, પર્પઝ એન્ડ પોસિબિલિટી‘ વિષય પર એક સત્ર માટે યુએઈના વડાઓ સાથે જોડાયા હતા.

ડૉ. જયશંકરે યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ-નાહ્યાન સાથે પણ મુલાકાત કરી, જેને તેમણે ઉત્પાદક બેઠક ગણાવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.