આગામી 7 દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડુ આવે તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા ભારે પવન ફૂંકાશે.
કચ્છના અમુક વિસ્તારોમાં ચોમાસાની વિદાય શરૂ થઈ છે. કચ્છમાં હવામાન સૂકું બની ગયું છે. રાજ્યમાં સામાન્ય કરતા 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વ્યક્ત કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં વહેલી સવારે ધુમ્મસને પગલે દ્રશ્યતા ઘટી જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.