વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, વિકાસ અને સ્વતંત્રતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ. જયશંકરે અમેરિકના એટલાન્ટામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે ચાર દેશો વચ્ચે સહયોગ વધારીને આવશ્યક પુરવઠો, ટેકનોલોજી, મહત્વપૂર્ણ ખનિજો અને ઊર્જાની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. વિદેશ મંત્રીએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વેપાર પ્રથાઓ અને વધતી જતી આર્થિક પડકારોનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે આતંકવાદ વિરોધી, દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણ સંબંધિત કરારોને આગળ વધારવા હાકલ કરી હતી. ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ક્વાડની કાર્યસૂચિ વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ હોય અને તે પ્રાપ્ત કરવા માટે વ્યવહારુ પગલાં લેવા જરૂરી છે.
ગઈકાલે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓની બેઠક મળી. આ બેઠકમાં ચાલી રહેલા ક્વાડ પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને મુક્ત અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
મંત્રીઓએ વૈશ્વિક આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે મનસ્વી વેપાર પ્રતિબંધો અને પુરવઠામાં વિક્ષેપ પાડતી નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.