ઓક્ટોબર 17, 2026 3:50 પી એમ(PM)

printer

SSR હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદી 12 નવેમ્બરે જ્યારે અંતિમ યાદી આવતા વર્ષે 4 જાન્યુઆરીના રોજ પ્રસિધ્ધ થશે

ચૂંટણી પંચે જણાવ્યું છે કે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીઓ આ વર્ષે 12 નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે, જ્યારે અંતિમ યાદીઓ આવતા વર્ષે 4 જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવશે. એક નિવેદનમાં પંચે જણાવ્યું હતું કે પાત્ર નાગરિકો આગામી મહિનાની 12 તારીખથી 11 ડિસેમ્બર સુધી વાંધા અને દાવાઓ નોંધાવી શકે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2027, 1 જુલાઈ 2027 અથવા 1 ઓક્ટોબર 2027 ના રોજ 18 વર્ષના થતા યુવા નાગરિકો નોંધણી માટે અગાઉથી અરજી કરી શકે છે. મતદારો, ખાસ કરીને સ્થળાંતર કરનારા, નબળા અને વંચિત લોકોની નોંધણીને સરળ બનાવવા માટે જિલ્લા સ્તરે હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવશે.

અગાઉ, પંચે 14 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી વર્ષે 1 જાન્યુઆરીની લાયકાત તારીખ સાથે મતદાર યાદીઓનું ખાસ સારાંશ પુનરાવર્તન કરવાનો આદેશ આપ્યો છે.