ભારતના ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા, નાગાલેન્ડ અને દિલ્હીમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા – SIR માટેની સમયમર્યાદા લંબાવી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં, દાવાઓ અને વાંધાનો નોટિસનો નિકાલ, 13મી નવેમ્બર, નાગાલેન્ડમાં, 25 નવેમ્બર તથા આંધ્રપ્રદેશ અને હરિયાણામાં 20 નવેમ્બર સુધી કરી શકાશે. તેલંગાણામાં, દાવાઓ અને વાંધાનો નોટિસ નિકાલ, 26મી નવેમ્બર સુધી ચાલુ રહેશે. અંતિમ મતદાર યાદીનું પાંચેય રાજ્યોમાં 30 નવેમ્બરે જાહેર થશે.
દિલ્હીમાં, દાવાઓ અને વાંધા દાખલ કરવાની મુદત આગામી મહિનાની 25મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. મતદાર યાદીનું અંતિમ પ્રકાશન 22 ડિસેમ્બરે થશે.