પંજાબના ભૂતપૂર્વ ઉદ્યોગ મંત્રી અને કોંગ્રેસના નેતા સુંદર શ્યામ અરોરા, તેમના પુત્ર પ્રતીક અરોરા અને અન્ય લોકો સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં પ્રવર્તન નિદેશાલય-EDએ પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. મારબેલા ગ્રુપ, ગુલમોહર ટાઉનશીપ ગ્રુપ, તેમના પ્રમોટર્સ અને સંજીવ જુનેજા સાથે જોડાયેલા સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ કથિત ભ્રષ્ટાચાર, પંજાબ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવણીમાં અનિયમિતતાઓ અને ફાળવવામાં આવેલા પ્લોટની માલિકીમાં ફેરફાર સાથે સંબંધિત છે.