DRIએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી છે. જપ્ત કરાયેલા ખજૂરની કિંમત ત્રણ કરોડ રૂપિયા જેટલી છે. કંડલા બંદર પર સૂકી ખજૂરના જપ્ત કરાયેલા 13 કન્ટેનર UAEથી આયાત કરાયેલા હોવાનો ખોટો અહેવાલ આપવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનથી આવ્યા હતા. ભારતે પાકિસ્તાનથી આવતા માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, ખજૂર પ્રથમ પાકિસ્તાનથી દુબઈ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભારત નિકાસ કરતા પહેલા કન્ટેનરના અન્ય સેટમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 6, 2026 9:12 એ એમ (AM)
DRIએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી