સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ઓડિશા દરિયાકાંઠે ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી સ્વદેશી પ્રલય અર્ધ-બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
આ મિસાઇલ ગઈકાલે લોન્ચ કોમ્પ્લેક્સ-થ્રીથી લોન્ચ કરવામાં આવી હતી. તેણે લગભગ 500 કિલોમીટરના અંતરે બે લક્ષ્યોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા. સલામતીની સાવચેતી રૂપે પરીક્ષણ પહેલાં નજીકના ગામડાઓમાંથી 2,500 થી વધુ લોકોને બહાર કાઢ્યા હતા. પ્રલય મિસાઇલ વિવિધ પ્રકારના વોરહેડ્સ વહન કરવામાં સક્ષમ છે અને તેની સ્ટ્રાઇક રેન્જ 500 કિલોમીટર સુધીની હોવાનું જાણવા મળ્યું છે.