જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંહ આજે નવી દિલ્હીમાં 17મી પેન્શન અદાલતની અધ્યક્ષતા કરશે. આ અદાલતમાં 897 જેટલી વરિષ્ઠ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોની લાંબા સમયથી પડતર ફરિયાદોનું નિરાકરણ લવાશે
ડૉ. સિંહ આ વર્ષે 13મી મેના રોજ યોજાયેલી 16મી પેન્શન અદાલતની સફળતાની ગાથાઓ દર્શાવતી પત્રિકાઓ પ્રસિધ્ધ કરશે. આ પ્રસંગે ફેમિલી પેન્શનરોના પ્રશ્નો અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો ધરાવતી એક પુસ્તિકાનું પણ વિમોચન થશે.
પેન્શન અદાલતો અત્યાર સુધીમા 28 હજાર 797 ફરિયાદોમાંથી 20 હજાર 676 ફરિયાદોનુ સ્થળ પર નિરાકરણ કરવામા આવ્યુ છે.