ઓક્ટોબર 15, 2026 3:15 પી એમ(PM)

printer

દેવભૂમિદ્વારકાના ઓખામંડળ તાલુકાના ભીમરાણા ખાતે તાલુકાકક્ષાનો કૅશ ક્રેડિટ કૅમ્પ યોજાયો

દેવભૂમિદ્વારકાના ઓખામંડળ તાલુકાના ભીમરાણા ખાતે તાલુકાકક્ષાનો કૅશ ક્રેડિટ કૅમ્પ યોજાયો. મિશન મંગલમ્ યોજના અંતર્ગત યોજાયેલી આ શિબિરમાં ત્રણ સ્વસહાય જૂથને 19 લાખ રૂપિયાથી વધુની રકમનું ધિરાણ અપાયું. દરમિયાન સ્વસહાય જૂથની બહેનોને બૅન્ક કૅશ ક્રેડિટ ધિરાણ, ક્રેડિટ લિન્કેજ, બૅન્કિંગ પ્રક્રિયા તથા ધિરાણના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું.

ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા તેમના સ્વરોજગાર અને આજીવિકા પ્રવૃત્તિઓને આગળ વધારવા જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુસર આ શિબિર યોજાઈ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.