નવેમ્બર 15, 2026 9:47 એ એમ (AM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. ગાંધીનગર ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં માદક પદાર્થ સામેની ઝુંબેશ અને જાહેર સલામતીને મજબૂત બનાવવા પર ભાર આપવામાં આવ્યો.

સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી સંઘવીએ જણાવ્યું કે, માદક પદાર્થ સામેની લડતને વધુ તીવ્ર બનાવવા અને ‘ડ્રગ-મુક્ત ગુજરાત‘ તરફ આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને આગળ વધારવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.