ઓક્ટોબર 10, 2026 9:46 એ એમ (AM)

printer

દિલ્હી પોલીસનો જંતર-મંતર પર CJPના વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર – રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવાઇ

દિલ્હી પોલીસે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં જંતર-મંતર ખાતે CJPના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસે માર્ગદર્શિકા અને જાહેર સલામતીના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઇ છે.

ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર નુપુર પ્રસાદે જણાવ્યું હતું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અથવા અન્ય કાર્યક્રમ યોજવાની પરવાનગી ઓછામાં ઓછા દસ દિવસ અગાઉથી અરજી કરવી આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે CJPને અગાઉ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ પાર્ટીએ નિર્ધારિત માર્ગદર્શિકા અને ખાતરીઓનું પાલન કર્યું ન હતું.

શ્રીમતી પ્રસાદે જણાવ્યું હતું કે પરવાનગી નકારવાનો નિર્ણય પાર્ટી દ્વારા નવી દિલ્હી વિસ્તારમાં અગાઉના નિયમો અને ખાતરીઓ, વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જાહેર સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા પર આધારિત હતો.